STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

લણણી

લણણી

1 min
24

કોયલ મોર પોપટા બિરાજ્યાં કૂંપળ પરે 

સીમ ખેતરે ખીલી ઊઠી ડુંડી મૌલિ ઉપરે,


રંગબેરંગી પતંગિયાં સૈર કરતાં શિખરે 

ઝીણાં ઝણઝણે ફૂલડાં જાણે તારલા ખરે,


ઊભે ચાસે ચમકતી લીલી રુડી હારબંધ 

ડોલતો વાયુ વાય અનેરી મહેકે સુગંધ,


છોડવે નીરખી ખેડુ કેરા હાથમાં દાતરડું 

દાણે ભરી ડુંડીઓ મુરઝાતાં થઈ રડું રડું,


બોલી બિચારી દયામણી કાં મને હણો ?

વિનવું પંખીડાં ક્ષુધા તૃપ્ત થયે જો લણો,


બેરા કાને વાત અથડાઈ ખરી પડી ડુંડી 

રડ્યાં પારેવાં ચકલાં હાલત જોઈ ભૂંડી,


હરખાયો ખેડુ નિહાળી અન્ન તણો ઢગલો 

હસ્યો ખંધુ પગે એક તપ કરતો બગલો,


સીમ ખેતરે ખીલી ઊઠી ડુંડી મૌલિ ઉપરે 

ડુંડી બિન બાંગ પોકારી કૂકડે ચડી છાપરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract