લકીર
લકીર
હાથોની મસ્ત લકીર;
છે કુદરતનો ખેલ,
પુરુષાર્થને જે સમજી જાય;
કદી ના થાય તે ફેલ.
બિન પુરુષાર્થ લકીર પાંગળી;
બિન લકીર પુરુષાર્થ,
છે બે બાજુ એક સિક્કાની ;
છે પૂરક એકમેકની.
પુરુષાર્થ પ્રારબ્ધને આપે વેગ;
આપે સફળતાની ટેગ,
સંગાથે જો ડગલાં પાડે;
ભવસાગર તો એ તારે.
