Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Abstract Romance

3  

Mansi Desai

Abstract Romance

લખું - ૨

લખું - ૨

1 min
212


કવિતા લખું, ગઝલ લખું, કે પછી છંદ લખું,

જે કઈ લખું એમાં એક તને તો કાયમ જ લખું.


તારા માટે જ લખું,

પછી શું ફેર પડે, કયો પ્રકાર લખું.


તું યાદ આવી જાય છે એટલે લખું છું ?

ના,

તું એવી ભૂલ છે જે ભૂંસી-ભૂંસીને લખું તોય તને જ લખું.


તને શબ્દોમાં લખું, ને વાક્યોમાં તને જ રચું,

જ્યાં જેમ અર્થ નીકળે એમ બસ તને જ લખું.


લખી-લખીને પણ કેટલું લખું,

તું નથી વાંચવાનો, ખબર જ છે તોય તને જ લખું.


કવિતા લખું, ગઝલ લખું કે પછી છંદ લખું,

જે કઈ લખું એમાં એક તને તો કાયમ જ લખું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract