STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

લાગણીની આણ

લાગણીની આણ

1 min
280

જે પણ કાંઈ છે, આ લાગણી કેરી રમત છે

ઘણા માટે તો લાગણી પણ એક ગમ્મત છે,

 

ઘણા લોકો હોય છે નિર્જીવ પીચ જેવા લાગણીશૂન્ય

તો ઘણા માટે લાગણી જ શત-પ્રતિશત છે,

 

કવિતાઓ વહેતી હોય છે લાગણીસભર વ્યક્તિમાં

કવિ બનવા માટે, ‘લાગણી’ એ પૂર્વશરત છે,

 

આ મનપાંચમના મેળાની વાત છે ખૂબ અલૌકિક

કોઈક માટે લાગણી છે કસબ તો કોઈક માટે સમસ્ત છે,

 

લાગણી અને લાગણીવેડા વચ્ચે ભેદરેખા હોય છે પાતળી

બંને વચ્ચે જો સાધી શકો સંતુલન, તો જિંદગી બની રહે મસ્ત છે,

 

આમ જોઈએ તો, બે ભાગમાં વહેંચી શકાય આ માનવજાતને,

ઘણા મળી રહે છે લાગણીવિહીન, તો ઘણાની લાગણી જબરદસ્ત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract