કયામતની ઘડી
કયામતની ઘડી
દુઆ સ્વીકારી
તેં મને ઈશ્ બનાવી
દીધો. શા માટે !?
... એ પ્રશ્ને તમને ઈન્સાન
ન
રહેવા દીધો..!
પણ,
અફસોસ ન કરીશ
રે માનવી !
કૃત્યો દાનવોના કરી તું
પ્રખ્યાત થઈ ગયો જ્યાં...
ઈ મકબરો,
ને
નિંદ્રાધીન થનાર
તારી એ પ્રેમિકા...
નિષ્ફળ પ્રીતનો ડંકો
વગાડતી ગઈ...
છે..એ..... છે...એ.......
પામવા ઈ પ્રેમિકાનો પ્રેમ..
તેં,
કંઈ કેટલાંય
કર્યા કત્લેઆમ..
પાછલા દરવાજે...!
પણ,
ખરો તું ડરપોક નીકળ્યો..
મેં
ધાર્યું નહોતું કદીયે
કે,
એકથી વિશેષ કન્યાઓનાં
થવાને સરતાજ !
તું,
એક પણ સાથે
વફાદાર નહીં રહી શકું !
કિલ્લાને ખૂણે ખૂણે
એક નહીં, બે નહીં, પાંચ નહીં,
ચૌદ ચૌદ બિસ્તર બિછાવી
ભોગવતો રહ્યો,
ચૂંથી રહ્યો
તું...
એક એક દહાડે
એક એક ખૂણે..!
તો ય
જોને...
આજ તું વખણાય છે
ના... ના... તું નહીં...
તારા થકી આદેશ અપાયેલ
ને
કલાકારો થકી
અંકિત થયેલ
એ
પ્રતિકૃતિ...
પ્રેમની..!
અમર પ્રેમની દાસ્તાન
બનીને !
શિવાલય
બુઝવી
ખડો કર્યો જ્યાં
તેં
પ્રેમનો મકબરો..!
જો... તો ખરી...
કબરમાંથી
ડોકિયું કાઢીને
જો...
ઇ
પવિત્રતા....
એ
વગર વાંકે...
તારા કર્મે...
ગુમાવી રહ્યો છે
આજે...
સફેદી એની...
ને
જો તો ખરી....
નીચે..
સંગેમરમરનો
સરતાજ
ઝાંખો પડી રહ્યો છે...!
તને
કેવળ
તને જ પૂછવા માટે
આજે એ
ધરા તરફ ઢળી રહ્યો છે...
...કેમકે,
દુઆ સ્વીકારી
તું, ખુદાને ન મનાવી શક્યો...
ન ખુદ
ખુદા ભણી
એક પણ કદમ
આગળ વધાવી શક્યો..!
ન
અવતરીશ
હવે
આ યુગમાં રે તું..!
કયામતની એ
દુર્લભ ઘડી
જો
ભૂલથી
જન્નત ને બદલે
અહીં
ધરા પર અવતરી
તો......
ખ્યાતિ તારી
એ
શિવાલય તળે
વહેતી થઈ જશે...!
