કુંજડી
કુંજડી
ફરવું વગર પાસપોર્ટ વિઝા દેશ પરદેશે
વાંકી લાંબી ચાંચ સફેદ ડગલાના આદેશે,
શિયાળે સોરઠ ઉનાળે હમ હિમ વતને
ખેત વાડી લીલી જોઈ ધરતી પતને,
ઝુંડ લઈ બસ આકાશે નીકળી પડીયે
જોઈ કોઈ શિકારી ફરી ઉપર ચડીયે,
ઊડવું નિયમબદ્ધ વાજિંત્ર વગાડી દિશ દોરે
નેતા આગે આપી દીપ આકાર હલકે ફોરે,
વાડી વજીફા કરીયે મેદાન ખેદાન
ભરપેટ ખાઈ કરીયે ધરા અન્ન દાન,
ગાવાં ગીતડાં મીઠાં મનભેર ઊડી
ખોદવા મૂળિયાં ઊંડા અમ દંત સૂડી,
મુસાફર લાંબી રાહનાં કુંજ ધોળાં
રૂડાં રૂપાળાં નથી એવાં સાવ ભોળાં,
ફરવું વગર પાસપોર્ટ વિઝા દેશ પરદેશે
કુંજ ગુંજે સરોવર સ્નાન કરવાં દેશ વિદેશે.
