કુદરતનો કોપ
કુદરતનો કોપ
પક્ષીઓનો કલબલાટ,
પશુઓનો ખિલખિલાટ
હરિયાળી ધરતી પર,
નાનકડી સાંકડી વાટ,
કુદરતનું સુંદર રૂપડું
કોઈ નવોઢાનું મુખડું
મનભરી જોજો વ્હાલા
પછી મળે નહી ઈશની કલા,
એક કારખાના માટે,
છેદન અનેક વૃક્ષોનું,
સાંભળી શકતો નથી,
માનવી દુઃખ ધરાનું,
બદલાયેલી જીવનશૈલી
આધુનિકતાની થઈ ઘેલી,
નિજ સ્વાર્થ માટે કરે છે,
પ્રકૃતિ માતાને મેલી,
કુદરતનું હૃદય ચીરી,
સિમેન્ટના ઘરનો વધારો,
ફેશનેબલ વસ્તુઓ માટે,
થતો કંપનીઓનો ઘસારો,
મનુષ્ય તું કયારે સુધરશે ?
કુદરત કોપાયમાન થશે
પ્રાણવાયુ માટે ભીખ માંગશે
ત્યારે તારો અહંકાર ઉતરશે.
