STORYMIRROR

Kalpesh Vyas

Comedy Drama

4.8  

Kalpesh Vyas

Comedy Drama

ક્રશનાં લગ્નમાં જવાનું હોય

ક્રશનાં લગ્નમાં જવાનું હોય

1 min
14.4K


ક્રશનાં લગ્નમાં બિંદાસ જવાનું હોય,

સ્વાદિષ્ટ ભોજન તો જમવાનું હોય,


ભાવભર્યું આમંત્રણ, દિલથી સ્વિકારવાનું હોય,

તારીખ તો ખરી જ, વેન્યુ પણ યાદ રાખવાનું હોય,

'કઇ કામ હોય તો કહેજો' એવું પણ કહેવાનું હોય,

_ક્રશનાં લગ્નમાં જવાનું હોય_


વર-વધુને સ્ટેજ પર, હસ્તે ચેહેરે મળવાનું હોય,

ચાંદલાનું કવર હાથોહાથ આપવાનું હોય,

વડીલોની સામે આદરથી નમવાનું હોય,

પછી ખૂણે બેસી મોબાઈલથી રમવાનું હોય,

_ક્રશનાં લગ્નમાં જવાનું હોય_


સ્ટાર્ટરને ચટણી સાથે દબાવવાનું હોય,

મુસ્કાતા ચેહેરા સાથે, આંખેથી પાણી વહાવવાનું હોય,

કોઈ પુછે તો તિખી ચટણીનું બહાનું બતાવવાનું હોય,

_ક્રશનાં લગ્નમાં જવાનું હોય_


ઘરનું જમવાનું, તો રોજ ખાવાનું હોય,

લગ્નમાં વેરાયટીને થોડી કઈ છોડવાનું હોય?

જરાપણ અન્ન એઠું, ન છોડવાનું હોય,

_ક્રશનાં લગ્નમાં જવાનું હોય_


આવેલાં મહેમાનોનું પણ ધ્યાન રાખવાનું હોય,

ક્રશની જગ્યા લેનારને, ત્યાં જ ગોતવાનું હોય,

પોતાને તો ગમી જતી હશે જ ઘણીબધી,

પણ એકાદ-બેના મનમાં, સ્થાન મેળવવાનું હોય,

_ક્રશનાં લગ્નમાં જવાનું હોય_


પ્રસ્તૂત વર્ણન વાંચીને ક્રશને ગોતવાં દોડવાનું ના હોય,

'Kalpनिक' કવિતાને હકિકત સાથે જોડવાનું ના હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy