ભજીયા (હાસ્ય ગીત)
ભજીયા (હાસ્ય ગીત)

1 min

227
જાવ સિધાવો રસોડે, ધણી ભજીયા માંગે,
જુઓ વાદળ ઘનઘોર કેવા ગરજે.
લોટનું ખીરું એક ધારે એક ધારું સૌને તરસે,
મેથી, કાંદા, કેળા, ટામેટા બટાકા રતાળુ સઘળાં તડ તડ વરસે.
ચટ પટી ચટણી, તમતમતાં મરચાં સાથ તળાવે,
જાવ સિધાવો રસોડે, પ્રીતમ ભજીયા માંગે.
ખૂબ દાબી દાબી ને ખાધા સઘળાં આ ભજીયા,
મરચાં એ બતાવી જાત સવારે, પેટે કરાવ્યા કજિયા.
પ્રણયનો ગુમાવ્યો રોમાંચ, ભજીયાના આ ચકરાવે,
જાવ સિધાવો રસોડે, ધણી ભજીયા માંગે.