STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

કરોને ખમૈયા

કરોને ખમૈયા

1 min
375

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા !

ગયા કાન પાકી, કરોને ખમૈયા !

 

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,

બધી એબ ઢાંકી, કરોને ખમૈયા !

 

ન મૂક્યા ક્દી’ પથ્થરોનેય આઘા,

જશે એય થાકી, કરોને ખમૈયા !

 

લગાવ્યા, હતા એટલા દાવપેચો,

ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા !

 

કહે વાત આવી ભલે ખૂબ ‘સાગર’,

હવે છે શું બાકી ? કરોને ખમૈયા !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy