ક્રોધ કો ત્યાગો તુમ
ક્રોધ કો ત્યાગો તુમ
ક્રોધ કો ત્યાગો તુમ,
આજ શુભ ઘડી છે આવી,
લાલ રંગના વસ્ત્ર પહેરી,
તન મનમાં જુસ્સો સૌ લાવી,
આભમાં ટમટમાતા તારલા ને,
ધરા પર ખુશીઓ છે આવી,
રુમીઝુમી રાસ રમી,
મંગલ સ્થાન સૌ પામી,
માં બ્રહ્મચારીની આરાધના કરી,
બીજા દિવસના રંગમાં અનિષ્ટ ને ત્યાગી પુલકિત હૃદય સૌ પામી.
