STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Tragedy

1  

Rekha Shukla

Abstract Drama Tragedy

કોરોના

કોરોના

1 min
126

કોરોના થકી ત્રાહીમામ પોકારતા મનુભાઇ બોલ્યા :

શહેર સૂના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ...

મંદિરો સૂના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ...


એક નાના કિટાણુંની તાકાત તો જુવો સાહેબ...

જિંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ..


બસ એક હું જ અહીંથી રોજ ગુજરુ છું

એ તો બતાવ હું કોના ઘરનો રસ્તો છું,


કેટલાય દિવસથી આગ મને અડી નથી 

જાણે કોણ ગરીબના ઘરનો ચૂલો છું,


ઈરછા મારામાં રોજ ખુદકુશી કરતી રહે 

જાણે એના જ ગળે ફાંસીનો ફંદો છું,


તરસ છુપાવી બીજા કોઈ દરિયે જા

હું તો કપડાં ધોવાય તે કૂવો છું,


રિશ્તોં ના મેળામાં ઘૂમું છું પરંતુ

કાલે પણ એકલતાને આજે પણ છું,


સાંભળ્યું છે એક્લતામાં દુનિયા રૂવે છે

પણ હું મસ્ત કલંદર એકલતામાં હસું છું,


મને જોઈ ને છૂપાઈ જાય છે અરિસાઓ

જાણે હું પણ કોઈ પત્થર નો ચહેરો છું,


બે હાથ જોડ્યા કાન પકડ્યા માફી ચાહું છું

નથી જોવાતા મૃતદેહ હવે રાહત માંગું છું.


બાજુમાં રડતા પાડોશીઓ ચૂપચાપ ડૂસકાં ભરતા રહ્યાં !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract