STORYMIRROR

Kalpesh Vyas

Abstract Drama

4  

Kalpesh Vyas

Abstract Drama

... કોણ છે?

... કોણ છે?

1 min
645


આજે મૌન છો તમે, છીએ મૌન પણ અમે,

પણ કહો ને બોલવાને બેકરાર કોણ છે ?

 

તમે નથી જવાબદાર, જવાબદાર અમેય નથી, 

ખબર નહી જે થયું, એનું જવાબદાર કોણ છે ?


વ્યાજ તમે પણ ભર્યું, વ્યાજ અમે પણ ભર્યુ,

સમજ હજુંયે ના પડી, કે કર્જદાર કોણ છે ?


ફાયદો તમારો છે 'ને ફાયદો અમારો છે,

મુંઝવણ હજું છે, સરખા ભાગીદાર કોણ છે ?


રાજ તમે ન જાણતા, રાજ અમે ન જાણતા

છતાંય સમજાય ના, કે રાજદાર કોણ છે ?


તમે પણ નીચે ઊભા, અમે પણ નીચે ઊભા,

સફળતાના ઘોડા પર, કહો સવાર કોણ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract