STORYMIRROR

Dilip Ghaswala

Drama

4  

Dilip Ghaswala

Drama

કોણ આવી પેઠું

કોણ આવી પેઠું

1 min
212

ડિલમાં થાય કેમ લીલું કળતર, સૈયર કોણ આવી પેઠું !?

વશમાં નથી આ જોબનીયું, મુરલીધરે નામ મૂક્યું છે વહેતું.


મરજાદે મૂકી છે માઝા, હેતની ઉમટી છે હેલી,

કામણ પાથર્યા છે કાનાએ, ગોપીઓ થઈ પ્રીત ઘેલી.


પાંપણના આંગણમાં ન આવ તું, ચુંબન ના હોઠે રહેતું,

ડિલમાં થાય કેમ લીલું કળતર, સૈયર કોણ આવી પેઠું !?


કહ્યામાં નથી આ માટી પગુ મન, આઠે પ્રહર હું તરસી,

તનની બળબળતી આગ દે ઠારી, હૈયામાં આવી વરસી.


ભીંસી દે એવી મને ચસોચસ, વહાવી દે જાત નીર ભેગું,

ડિલમાં થાય કેમ લીલું કળતર, સૈયર કોણ આવી પેઠું !?


Rate this content
Log in

Similar gujarati poem from Drama