કોને ખબર છે
કોને ખબર છે
મૃત્યુ ક્યારે આવશે કોને ખબર છે,
માણી લે આ જીવન અવસર છે,
દરેક ક્ષણ મોજથી જીવી લે,
મૃત્યુ પછી કાયમનું ઘર કબર છે,
ઈશ્વરે ચીંધેલા માર્ગે તું ચાલ્યે રાખ,
જીવનમાં ઈશ્વર આપણો રાહબર છે,
આ દુનિયા તો એક ધર્મશાળા છે,
તું તો ફક્ત એક મુસાફર છે,
છોડી જતું રહેવાનું એક દિ આ દુનિયા,
તારી અસલ જગ્યા તો ખુદાનું ઘર છે,
સુખ કે દુઃખનું કારણ તું પોતે જ છે,
સુખ કે દુઃખ તારા કર્મનું વળતર છે.
