STORYMIRROR

Shaurya Parmar

Abstract

2  

Shaurya Parmar

Abstract

કમાલ છે.

કમાલ છે.

1 min
672




સુંદર મજાની સવાર છે,

સૂરજનો સૂર છે,

તરુવરનો તાલ છે,

ઠંડા ઠંડા પવનની,

મસ્ત મજાની ચાલ છે,


શિયાળાની ઋતુમાં,

તાપણા કેરી ઢાલ છે,

ઓલ્યા નાના નાના બાળકો

તેમના લાલ લાલ ગાલ છે,


જુઓ પેલા કાકા જાય

જેમણે ઓઢી શાલ છે,

લાકડી લઈને દાદા જાય,

તેમના માથે ટાલ છે,


મસ્તી કેવી પેલા ગલૂડિયાંની,

આવી ઠંડીમાં ધમાલ છે,

પેલા બાઈક લઈને જતા ભાઇ,

મોઢે બાંધ્યો રૂમાલ છે,


સ્વેટર,ટોપી, હાથ પગમાં મોજા,

આ શિયાળો કમાલ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract