કલમનું મૌન
કલમનું મૌન
કચડીને આંસુઓ પગ તળે તેઓ ચાલી નીકળે છે,
શું કહું તને ? બે-ખબર બની કેમ હાલી નીકળે છે ?
ખુલ્લી કિતાબ હતી કોરી ને આ કોરા સાવ કાગળ,
રંગવા સપના રંગો ભરી ઝોળી એ ઝાલી નીકળે છે,
સમજદાર અને સહનશીલતાનું એને બિરુદ આપ્યું,
અંત સુધી સમાધાન કરવા એની કલમ ચાલી નીકળે છે,
ફરસ પર વેરાતાં ઓરતાં, ડૂસકાં, ઉઝરડાં ને આ પીડા,
ઝખ્મ સાવરણી એના પીંછામાં લઈ ચાલી નીકળે છે,
સંપૂર્ણ છે, સમર્પણ છે, સમર્પિત કરે આખીય જિંદગી,
પછી જુઓતો પણ ઝીલ નનામી સાવ ખાલી નીકળે છે.
