કિશન કનૈયા
કિશન કનૈયા
કાળો છે પણ મારો વ્હાલો છે કિશન કનૈયો,
રમે છે રાસ મારી સાથે નંદકુવર નખરાળો કાનો,
વગાડે છે મોરલીના સૂરને ઘેલી બની ગોપીઓ,
કામ કાજ સૌ છોડીને હું તો ભાગી વૃંદાવનના કાંઠે,
કર્યા છે ગોકુળ, મથુરામાં તોફાન મસ્તી કાળા કેશવે,
મીરાંના ગિરધર ગોપાલ અને નરસિંહના સ્વામી,
કરે છે રાજ સોનાની દ્વારકામાં એવાં શ્રીકૃષ્ણ,
વધ કર્યો મામા કંસનો અને માસી પૂતનાનો,
વસે છે નખરાળા નંદકુવર મારા રોમ રોમમાં,
