STORYMIRROR

urvashi trivedi

Abstract Others

3  

urvashi trivedi

Abstract Others

કિનારે હું કોરી રહી

કિનારે હું કોરી રહી

1 min
20

વહેણના કિનારે ઊભા ઊભા,

ભીંજાયેલા બાળપણને શોધતી રહી,

વહેણનો સાથ છોડ્યો જ્યારથી,

કિનારે હું સાવ કોરી રહી,


પતંગિયાની જેમ ચહેકવું'તું મારે,

આગિયાની જેમ ચમકવું'તું મારે,

ફૂલોની જેમ મહેકવું'તું મારે,

અર્ધ રસ્તે સાથ છોડી દીધો વહેણનો,

એટલે કિનારે હું કોરી રહી,


ફૂલ તો બની શકી જીવનમાં,

પણ ફૂલદાનીની શાન બની,

હવે જીવન લઉં છું શ્વાસમાં,

ને સુવાસ કાઢું છું ઉચ્છવાસમાં,

મારા જ કારણે કિનારે હું કોરી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract