ખિસકોલી બેન... ખિસકોલી બેન...
ખિસકોલી બેન... ખિસકોલી બેન...
ખિસકોલીબેન... ખિસકોલીબેન...
તમે લાગો છો બહુ રૂપાળા.
તમારા અંગે રેશમી પટ્ટા,
લાગે બહુ પ્યારા...
તમે બાળકોને ગમતાં,
તમને જોઈને બહુ હરખાતાં...
તમે ઝાડે ચડો ઝટપટ,
દાણા ખાઓ ચટપટ...
તમે ચાલો ઠુંમકઠુંમક,
મન ફાવે ત્યાં દોડો..
તમે આખો દહાડો ફરતાં,
અહીંથી તહીં કૂદતાં..
તમને ગેલ કરતાં જોઈને,
મારું મન બહુ હરખાય..
તમે રામને કરી મદદ,
રામસેતુ બાંધ્યો...
બહુ ચંચળ તમારી જાત,
તમે ઉંદરભાઈની નાત...
ચકોર તમારી નજર,
પકડતા નહિ પકડાઓ...
ખિસકોલીબેન.. ખિસકોલીબેન..
તમે લાગો છો બહુ રૂપાળાં.
