ખ
ખ
ઉપર ગગન વિશાળ,
એતો ગહન અપાર,
એમાં તરે ચાંદ-સુરજ,
તરે તારા એમાં બેશુમાર,
આખો દિવસ ભૂરો સાગર,
ઉષા-સંધ્યા લાલમલાલ,
નિશા ટાણે એ અંધકાર,
રંગ બદલે એ વારમવાર,
ક્ષિતિજમાં એ ક્ષિતિને વરે,
ખરેખર તો અવની એમાં તરે,
હબલ દ્વારા ખબર પડે,
કેટલા ધૂમકેતુ એમાં ફરે,
આભ પણ એ, અંબર એ,
અનંત પહેલો નંબર એ,
વ્યોમ નભ આસમાન,
આભનાં આવા માનપાન,
આકાશ કહો કે આભલું,
અહીંથી ભાસે એ ગાભલું,
વર્ષારૂપી આંસુ સારે,
વીજળીરૂપી ગુસ્સો ભારે,
શાંત રાત્રે તારલા ટમટમે,
એવું આભલું કોને ન ગમે ?
