કેમ ?
કેમ ?
જો રહે છે મહોબ્બત...હૃદયે હૃદયે...
તો નફરતોની વસ્તી વધી કેમ રહી છે..?
મહેક આજ ગુલોની પ્રસરે બગીચે...
તો, બગાવતની બદબુ આ ક્યાંથી ઊઠી છે..?
કહે છે કે ' મૌન ' બોલકું થઈ પડે છે...તો,
અસંમતિ ના શોર કેમ ' જુવાળે ' ચઢ્યા છે..?
છે સરખા અહીં સૌ એવું ' ભણે ' છે...
પણ, લોહી છે જુદા કોણ એવું ' ચણે ' છે..?
કર્મોની કાતર આ સરખી છે કિતાબે...
પછી ' જન્નત ' જુદા છે કોણ એવું કહે છે..?
જો કહે છે આ દુનિયા વિકસતી શહેરે...
કેમ હથેળીઓ લાચાર આ ભીખની વધી છે..?
સભ્યતા આજ સુખની જો શિખરે ચઢી છે...
શીદ દુઃખોના ડુંગર ' એ ' ઘરોમાં વધ્યા છે..?
જુઓ આશિકોનો વધ્યો છે પથારો...
તો ફૂલો ચૂંથનારા કોણ આવી ચડ્યા છે..?
રહે છે આ મનમાં સ્નેહ 'સૌ'થી સવાયો...
પણ, વળતા વહેણ કેમ ' કોરા ' રહે છે..?
જો રહે છે મહોબ્બત...હૃદયે હૃદયે...
તો નફરતોની વસ્તી વધી કેમ રહી છે..?
