STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Tragedy Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Tragedy Inspirational

કેમ લાગે છે તું મને આવો !

કેમ લાગે છે તું મને આવો !

1 min
226

તું કેમ મને અજાણપણે સ્વજન લાગે છે,

અલગ થલગથી સોચું તો પરિજન લાગે છે,


જે સુંદરતા મનની પારખે છે કે પછી છળ કરે છે ?

એ મને સૌથી મોટો દગાબાજ સજ્જન લાગે છે,


ખુદની હોંશિયારીમાંથી બહાર આવી જો જરા,

ડંડો મારી મરહમ લગાવે એવો દુર્જન લાગે છે,


ક્યારેક દોસ્ત, તો કદી પઝેસિવ પ્રેમી જેવું વર્તે છે,

તારા અળવીતરા વર્તનથી મને તું દુશ્મન લાગે છે,


ફોન પર દાખવી કાળજી, નજર સામે ઝઘડે લડે છે,

કહી દે, કોણ છે તું ! મને કેમ તું પારકો નિર્જન લાગે છે,


શું દરકાર કરનાર સહુ કોઈ હોતા હશે તારાં જેવાં જ કે !

હું એકલી જ રહેવા ચાહું, જ્યાં તું મને ખંજર લાગે છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract