કદી....હોતું હશે ?
કદી....હોતું હશે ?


એટલું તે વ્હાલ,
કદી કોઈનું, હોતું હશે?
આંસુ પણ ત્યાં,
કદી કોરું વહ્યું હશે!
એવી તે ભીનાશ,
કદી હોતી હશે?
મનની પણ ત્યાં,
અવળી ગતિ, થઈ હશે!
શીત લહેર શું,
એવી હોતી હશે !
લાગણી પણ ત્યાં,
કદી, થીજી ગઈ હશે!
ફૂલની સુગંધ શું,
એવી હોતી હશે ?
ભ્રમર પણ માર્ગ ત્યાં,
કદી, ભૂલ્યો હશે!
હાર એવી માનવીની શું,
કદી, હોતી હશે ?
જીત પણ ખુદથી ત્યાં,
કદી, હારી હશે!
મન એવું તે શું,
કદી, કોઈનું તૂટયું હશે ?
સોય દોરાથી પણ ત્યાં,
કદી, સંધાયું હશે !
હિંમત આમ શું,
એવી કદી, હોતી હશે ?
મંઝિલ પણ ત્યાં,
કદી રાહી માટે, થોભી હશે !
મોત એવું તે શાનદાર શું,
કદી, હોતું હશે ?
જિંદગી પણ ત્યાં ખુદ પર,
કદી, રડી હશે !