કદાચ
કદાચ
ઘણીવાર પાછું વળીને જોવામાં મજા હોય છે...
કદાચ, ભગવાનની પણ તેમાં જ રજા હોય છે.
હાર જીત ઉભરે છે સદા દુનિયાની અદાલતોએ,
કોઈવાર સમજૂતીના કરારોમાં પણ મજા હોય છે.
હશે વિચારોને વહેમો અહીં જુદા કદાચ આપણા,
ઈરાદાઓ થાય એક તો પામવાની મજા હોય છે.
સમંદર નથી ખરાબ એટલો કે એમ જ ડૂબાડે,
શ્વાસોના લગાવે થપાટો માર્યાની સજા હોય છે.
કિસ્મતના તરાપા બધા નથી પામી શક્યા પણ,
કદી તણખલું પકડીને તરી જવામાં મજા હોય છે.
પામી છે મંઝિલ વણ ધારેલી ભલે,પણ કદી..
પૃષ્ઠોમાં બિડેલ ગુલાબ જોવાની મજા હોય છે.
વૈભવ ધન કે તન તણો આજે મહાલે છે અહીં,
તાંદુલ કદી સુદામાના માણવામાં મજા હોય છે.
ઘણીવાર પાછું વળીને જોવામાં મજા હોય છે...
કદાચ, ભગવાનની પણ તેમાં જ રજા હોય છે.
