કામવાળીનો પ્રકોપ
કામવાળીનો પ્રકોપ
મહેમાન જોઈને ડોળા કાઢતી આ કામવાળી,
આંગળી ના ઇશારે નચાવતી આ કામવાળી,
વધારે વાસણ જોઈને કાચનાં વાસણ ફોડતી આ કામવાળી,
કાલ નહિ આવુંની ધમકી આપી પોતાનું ધાર્યું કરાવતી આ કામવાળી,
હર મહિને ચાર છુટ્ટી રાખતી આ કામવાળી,
મહેમાન હોય ત્યારે બીમારીનું બહાનું બતાવતી આ કામવાળી,
આખો મહિનો ડરાવતી,
પણ પહેલી તારીખે એડવાન્સ પગાર લેવા ભલી ભોળી બની જતી આ કામવાળી,
વધારે કામ જોઈ ભડકતી,
સાડીનો છેડો કડે ખોસી મેદાને પડતી,
ઝાંસીની રાણી સમી લાગતી,
આ કામવાળી,
હર દિવાળીને તહેવારોમાં નવી સાડી નવું પર્સની માંગણી કરતી આ કામવાળી,
પગાર વધારી દો,
નહિ તો બીજે ચાલી જઈશ,
એવી ધમકી આપી ડરાવતી,
આ કામવાળી,
પતિ ને તો હું મારા ઇશારે નચાવું,
રોજ આંખો કાઢી એને ડરાવું,
પિયરની ધમકી આપી,
રોજ બહારથી ખાવાનું મગાવું,
પણ આ કામવાળીનાં પ્રકોપનો મને ડર લાગે,
પંદર દિવસની છુટ્ટી પર ગયેલી,
કામવાળી પાછી આવે તો,
જાણે અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ મળ્યો હોય એવું લાગે,
આંગળી ના ઇશારે નચાવે આ કામવાળી,
નહિ આવુંની ધમકી આપી રોજ ડરાવે આ કામવાળી.
