STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

કાગડો અને કોયલ

કાગડો અને કોયલ

1 min
211

કાગડો અને કોયલ સાથે ચાલ્યાં રે ચણવા

કોયલની મમ્મી કહે બંને સાથે જાવ ભણવા,


કાગડાએ અને કોયલે ખભે રે દફતર ભરાવ્યું

એટલાં એમની સાથે કાબરનું બચ્ચું આવ્યું,


કોયલ વર્ગમાં બેસી ભણવામાં આપે ધ્યાન

કાગડાભાઈનાં કક્કામાં જ ઊભા થતા કાન,


કાગડાભાઈને ભણવાનું તો જરાય ના ગમે

આખો દિવસ રમવામાં ને ફરવામાં મન ભમે,


કોયલ કહેતી કાગડાને તું ભણવામાં લે રસ

ઘડિયા શીખ, શીખજે તું અંકો એકથી દસ,


કા કા કરીને વર્ગમાં તું બધાને ના કરીશ તંગ

મીઠું મીઠું ગાતાં શીખવું રહેજે તું મારી સંગ,


કાગડાએ કોયલની ભણવાની માની રે વાત

કાગડાભાઈ તો ભણવા લાગ્યાં દિવસ રાત,


બંને મિત્રો મન લગાવી ભણવા લાગ્યાં સાથે

દરરોજ બંને મિત્રો નિશાળે જાતા રે સંગાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Children