કાગડાભાઈ
કાગડાભાઈ
કાગડાભાઈ કા..કા... કરતા,
ઘર આંગણે તમે રહેતા.
રંગે છો તમે કાળા,
તોય લાગો છો રૂપાળા.
પૂરી તમને બહુ ભાવે,
કા..કા... કરી બોલાવે,
તમારો અવાજ સાંભળી,
આવે મહેમાનોની ટોળી.
શ્રાદ્ધ છે તમારો પર્વ,
બોલાવતા તમને લઈ ગર્વ,
ગંદકીને તમે કરો છો સાફ,
એઠું ખાઈ કરો છો માફ.
ઊંચે આકાશે ઉડો છો,
મસ્ત થઈ તમે ફરો છો,
કાગડાભાઈ કા..કા... કરતા,
ઘર આંગણે તમે રહેતા.
