STORYMIRROR

Neha Patel ***નેહ***

Fantasy

4  

Neha Patel ***નેહ***

Fantasy

જ્યારે શરૂ કરું હું કૈક લખવાનુ

જ્યારે શરૂ કરું હું કૈક લખવાનુ

1 min
291

જ્યારે જ્યારે શરૂ કરું છું હું કૈંક લખવાનું,

થઈ જાય છે શરૂ ત્યાં તો શબ્દોની સંતાકુકડી !


દઈ દે છે ત્યાં ઠપકો, હઠીલી લાગણીઓ મારી,

અક્ષરો બિચારા ઝંખેેે છે એ પકડમ-પકડી !


કલ્પનાઓની ઉડતી બેચેનીનું તો શું કહેવું ?

ઉડાવેેે છે એ તો કવિદિલના વહેમની ઠેકડી !


સઘળી આ લેખનીની બાથં-બાથીમાં,

કર્યા છે કલમેે સૌને નજરકેદ શાહી ડૂબોડી !


થાય છે શરૂ એક- એક કડી નીસુનવણી,

થઈ છેે મનથી સજાગ લયબદ્ધ કાવ્યકડી !


હાશ ! રચાયું છે કાવ્ય કવિના ચુકાદાથી,

બન્યુ છે કોરું કાગળ મૂક સાક્ષી અંતઘડી !


જ્યારે - જ્યારે શરૂ કરું છું હું કૈંક લખવાનું,

થઈ જાય છે શરૂ ત્યાં શબ્દોની સંતાકુકડી !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy