STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

1 min
535

મારું ગુજરાત છે, મજાનું,

એના નામથી છે તે છવાયેલું.


દેશી ગરબાનો તાલ ગુંજે દુનિયામાં,

ભવાઈના ભુંગળો મન ડોલાવે લબ્સ,

ના શબ્દમાં વાચા ફૂટે,મારું ગુજરાત છે, મજાનું.


પ્રેમ સાહસ, શૌર્યનો નશો છે જેમાં,

તે ભાઇ બહેન મારા ગુજરાતી.


આ ભુમિ છે, સંતો વીરોની,

જે છાપ અનોખી છોડી ગયા,

મસ્તક કપાયા ને ધડ લડયાં જેનાં,

તે વચ્છરાજ દાદા ગુજરાતી જય ગુજરાત.


ધરતીના પાણીથી અજાણ લોકો,

પરિચય થયો ગુજરાતી પાણીનો ત્યારે,

ઝુક્યા મસ્તક દુશ્મનનાં,દુશ્મનને પાઠ ભણાવ્યો,

તેવા નરેન્દ્ર મોદી દાદા ગુજરાતી જય ગુજરાત.


દેશની આઝાદી ખાતર પ્રાણ દેનાર,

અહિંસાને સત્ય કેરા નિયમો દેનાર,

લોક ખિસ્સામાં જીવંત એવા ગાંધીબાપુની

ભૂમિ એ મારું ગુજરાત...


દેશને એકતંતુ એ બાંધી,

એક રાષ્ટ્ર બનાવવા સ્વ હોમનાર,

એ લોખંડી પુરુષ એ સરદાર પણ મારા ગુજરાતી,


વાગે સિક્કો ગુજરાતીનો તો દુનિયા હલી જાય,

તે ભુમિ એ મારી માં ગુજરાતી જય ગુજરાત...


વિપરિત સમયે આગળ આવી,

દુઃખીઓનો સહારો એ મુકેશ અંબાણી,

એ મારા ગુજરાતી ......


દુનિયામાં સાકરની જેમ મળી જાય,

તે ભુમિનો માનવી એ મારો ગુજરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract