જૂનાં પુસ્તકની વચ્ચે
જૂનાં પુસ્તકની વચ્ચે


ખીલવું ને મુરઝાવું
સદાય કંટકોની મધ્યે
ને છતાંયે
શ્વસું છું હજીયે
જૂનાં પુસ્તકની વચ્ચે !
એ પ્રિયતમના
ગુલાબી અધરનાં
સ્પર્શને ઝંખતું
પ્રીતને તરસતું,
જૂનાં પુસ્તકની વચ્ચે !
કોમળ કરકમળોમાં
મૃદુતાથી લઈને રાખ્યું'તું
પ્રેમની અમર નિશાની રૂપે
ધબકે છે એ પ્રીત રોમરોમમાં,
જૂનાં પુસ્તકની વચ્ચે !
સર્જન-વિસર્જન
છે કિસ્મતની લકીરોમાં
પ્રેમનું સ્મૃતિચિન્હ,
કોતરીયું'તું પાને-પાને
જૂનાં પુસ્તકની વચ્ચે !
“એ ગુલાબ સ્વરૂપે”
ભલે મુરઝાયું,પીંખાયું
એકલતાના રણમાં,પણ, હજીયે
હ્દય ધબકી રહ્યું છે,પ્રણયમાં,
જૂનાં પુસ્તકની વચ્ચે !