STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

3  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

જતા તો નહીં રહો ને ?

જતા તો નહીં રહો ને ?

1 min
105

ઊંચે આકાશમાં ઊડવાના સપનાઓ બતાવીને,

ક્યાંક નીચે જમીન પર બેસાડી તો નહીં દો ને ? 


આજ તમે સૌથી નજીક લાવીને મને,

કાલ ક્યાંક સૌથી દૂર છોડીને જતાં તો નહીં રહો ને મને ? 


આજ તો હંમેશા જ તમે હસાવતા રહો છો મને,

કાલ હંમેશા માટે ક્યાંક રડાવી જતા તો નહીં રહો ને મને ? 


રાધાની પ્રીત કરી મે કાના તારી સંગ આજ મે,

મીરાંની જેમ વિરહ વેદનામાં મૂકી જતા તો નહીં રહો ને તમે ?


આજનો આ ઝરમર વરસાદ આપે છે ઠંડક મને,

કાલ આ વરસાદી માહોલ ઉકળાવી તો નહીં દે ને મને ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract