STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

જોઈ સરોવર

જોઈ સરોવર

1 min
219

જોઈ હતી સરોવરની પારે,

માથે હેેેલ ચટકતી ચાલે,

પગના ઘૂંઘરીયા રણકારે,


આસમાની ચુંદડી લહેરાતી,

આભલે ચમકતાં તારલા,


 મુખ જાણે ચંદ્રથી સોહામણું,

 આંખના પલકારે હૈયે ઠસી પડે,


 હાથમાં ચુંડલો ખન ખન ખનકતો,

 કોયલ બેઠી આંબાની ડાળે ટહુકતી,


 ખોભલે ભરી પાણીડાં પાયે નજર મળી,

 થોભ્યો ઘોડલો પૂછ્યા નામ નેહડો,


 લાગી માયા પ્રેમની ગાંઠ સરોવર કિનારે મળી,

 પાણીયારી બની અમ આગણિયું શોભાવી,


 ભરથાર બન્યા ભવભવ રોપ્યા પ્રેમના બીજ સાખમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance