પરગ્રહવાસી ના બન
પરગ્રહવાસી ના બન
પથ નક્કી થયાં પછી, ચાલવું છે સાથે ?
હાથમાં હાથ પકડી, ચાલવું છે સાથે ?
માપી લીધાં છે, શબ્દને સ્વભાવ જાણી,
આધાર લઈને આપી, ચાલવું છે સાથે ?
અજાણ હતાં જ્યાં સુધી એકબીજાથી,
જાણ્યાં હવે તો પછી, ચાલવું છે સાથે ?
બની શકે રસ્તો હોય, મુશ્કેલ ને આકરો,
એકબીજાનો ટેકો લઈ, ચાલવું છે સાથે ?
સંબંધે આવ્યાં પછી, પરગ્રહવાસી ના બન,
જીવી ત્યાં સુધી નિભાવી ચાલવું છે, સાથે.