Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

શું આ પ્રેમ છે

શું આ પ્રેમ છે

1 min
153


બંધ પાંપણે,

તુજને જ નિહાળું,

શું આ પ્રેમ છે ?


સાવ એકાંતે,

કરું તારી ગુફ્તગુ,

શું આ પ્રેમ છે ?


હું શરમાઉ,

તસ્વીર નિહાળતાં,

શું આ પ્રેમ છે ?


જાઉં મલકી,

તને યાદ કરતાં,

શું આ પ્રેમ છે ?


થાઉં બેચેન,

થોડી દૂરીથી પણ,

શું આ પ્રેમ છે ?


રહું આનંદી,

તને સમીપ જોઈ,

શું આ પ્રેમ છે ?


થાઉં ઉદાસ,

તું ઉદાસ રહે તો,

શું આ પ્રેમ છે ?


થાઉં હું ખુશ,

ચહેરે ખુશી જોઈ,

શું આ પ્રેમ છે ?


ઊઠતાં પ્રશ્નો,

શું આ ગમશે તને ?

શું આ પ્રેમ છે ?


મને સજાવું,

તને જ ગમાડવા,

શું આ પ્રેમ છે ?


મને જે થાય,

શું તને એ થાય છે ?

કહે ને પ્રિયે !


શું આ પ્રેમ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance