STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

સાત રંગોનાં સ્વપ્નો

સાત રંગોનાં સ્વપ્નો

1 min
135

મિલન આપણું આનંદ વર્ષા

હૈયે હરખનાં ઝરણાં

સાત રંગોનાં ઓઢી સ્વપ્નો

ઝૂલાવશું જીવન ઝૂલણાં.


શિશિર વાયરે હૂંફ અપેક્ષા

મીઠડી વાતોના ટહુકા

મુગ્ધતા મેળે મન ચગડોળે

અંતરિયાળા લટુકા


મખમલિયા કૂંપળની કુમાશું

ઝૂલાવે વસંત હિંડોળા

કેસુડા છે કામણગારા કેડી

જોબનિયું કેસરિયાળું ધીરા,


નજરુંમાં રમે રૂપલ ચાંદલિયો

ઝરુખે રાસે રમતી યાદો

દૂર દૂર તારલિયા ગુંથે ભાતું

માણું વ્હાલી રે સોગાદો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance