STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો પ્રેમ

તારો પ્રેમ

1 min
131

જીવન રણમાં મીઠી વીરડી બની મળ્યો તારો પ્રેમ,

દુઃખની અંધારી ગલીમાં ઝળહળતો સૂર્ય બની મળ્યો તારો પ્રેમ,


પતઝડશી જિંદગીમાં બહાર બની મહેકી રહ્યો છે તારો પ્રેમ,

ધોમધખતા રણમાં સમંદર બની મળ્યો છે તારો પ્રેમ,


જીવનમાં જીવનનું કારણ બની છલકાઈ રહ્યો તારો પ્રેમ,

સુખનો સાગર બની આંખોમાં છલકાઈ રહ્યો છે તારો પ્રેમ,


હોઠ પર ખુશી બની મલકાઈ રહ્યો છે તારો પ્રેમ,

ગઝલના શબ્દો બની વ્યકત થઈ રહ્યો છે તારો પ્રેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance