STORYMIRROR

Rayde Bapodara

Romance

3  

Rayde Bapodara

Romance

નભને લલાટે ચાંદલો

નભને લલાટે ચાંદલો

1 min
192

નભને લલાટે ચોળ્યો ચાંદલો રે લોલ

ચાંદની ઉતારી અવની પર મારા વાલમ જી લોલ

આવી સૃષ્ટિ તમે કેમ રચી રે લોલ,


ચાંદલિયો આવે ને આવે તારલા રે લોલ

ટમટમતા ચમકે ગગનમાં મારા વાલમજી લોલ 

એટલા તારલા ને તમે કેમ ગોઠવ્યા રે લોલ,


ચાંદની દેખીને માનવ હરખાયું રે લોલ

હરખાઈને રમ્યા સહુ રાસ મારા વાલમજી લોલ

રાસ રમવાને કૃષ્ણ આવ્યા રે લોલ,


કૃષ્ણે વગાડી રૂડી વાંસળી રે લોલ 

રાધા નાચી ગોવિંદાને સંગ મારા વાલમજી લોલ 

વાંસળીના તાલે સૌ રાસ રમ્યા રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance