STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું તારો છું અને તારો જ રહીશ

હું તારો છું અને તારો જ રહીશ

1 min
222

હું તારી સાથે લડું છું, ઝગડું છું,

પણ કોઈ ને તારા વિશે ખરાબ બોલવા નહિ દઉં,

કેમ કે હું તારો છું અને તારો જ રહીશ,


ભલે લોકોની જેમ તારો હાથ પકડી,

મેળામાં નહિ લઈ જાઉં,

વાત વાતમાં આઇ લવ યુ નહિ કહું,

પણ તું બીમાર હોઈશ ત્યારે તારી સેવા ચોક્કસ કરીશ,

કેમ કે હું તારો છું અને તારો જ રહીશ,


મોટા શોપિંગ મોલ અને સિનેમામાં,

તને નહિ લઈ શકું, પણ તને ખુશીઓ આપે,

એવો સમય તારી સાથે ચોક્કસ પસાર કરીશ,

કેમ કે હું તારો જ છું અને તારો જ રહીશ,


હા તારા જન્મદિવસે મોંઘી સોગાદ હું નહિ આપી શકું,

પણ તારો જન્મદિવસ યાદગાર હું ચોક્કસ બનાવીશ,

કેમ કે હું તારો છું અને તારો જ રહીશ,


હું મોંઘી મોંઘી હોટેલોમાં નહિ લઈ શકું,

પણ પ્રેમ, હૂંફ, દરકાર, કાળજી, તારું આત્મસન્માન જાળવીને,

હું ઘરને સ્વર્ગ જેવું બનાવવાની કોશિશ ચોક્કસ કરીશ,

કેમ કે હું તારો છું અને તારો જ રહીશ,


હા મોંઘી ગાડી મોટા બંગલા,

તને નહિ અપાવી શકું,

પણ તારા સપનાનાંઓ અને શોખને પૂર્ણ કરવા,

સંપૂર્ણ સહકાર આપીશ,

કેમ કે હું તારો જ છું અને તારો જ રહીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance