ઈશ્કની અમીરી
ઈશ્કની અમીરી
કોઈ બીજાના હોવું મને કેમ પાલવે પછી સાથ રહેવું ?
એ જ યોગ્ય છે કે રહો તમે અમારાથી દૂર હવે હંમેશા !
પ્રેમનાં વરસાદમાં ભલભલાં અગ્નિ ઓલવાઈ જાય છે,
નવાઈ લાગે છે ક્યાં રહી ગઈ ખામી મારી વર્ષાની હેલીમાં !
શેનો છે તને ઘમંડ આટલો ? કે તારી ઈશ્કની અમીરીનો ?
સ્મશાન જોયું નથી ? અમીર-ગરીબના બિસ્તર જ્યાં સમાન !
ખરાબ સમયમાં જ સામનો થાય છે પ્રણયની સત્યતાનો,
જેનો સારા સમયમાં તને વિચાર પણ આવ્યો નહીં હોય !
તારે માટે એ જ બહેતર છે જે તને વગર માંગ્યે મળ્યું છે,
એ ભલીભાંતી જાણે છે જેણે આપ્યું છે વગર માંગ્યે તને !