Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

કરવું છે રાજ તારા હૃદયનાં સામ્રાજ્ય પર

કરવું છે રાજ તારા હૃદયનાં સામ્રાજ્ય પર

1 min
178


ચાલને આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,

હું બનું ધરતી ને તું આકાશ બની વરસી જા,

ચાલને આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


કૃષ્ણ બની તું વાંસળીના સૂર રેલાવ,

અને હું,

રાધા બની હું તારા રંગે રંગાઈ જાઉં,

ચાલને આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


ના લોંગ ડ્રાઈવ,ના સિનેમા હોલ, ના શોપિંગ મોલ, જઈએ આપણે,

ચાલ એકબીજાના હૈયાની સફર કરી લઈએ આજે,

ચાલ પ્રેમની આ મોસમમાં ભીંજાઈ જઈએ આપણે,


ના સાગર કિનારે, ના ઝરણાંની ધારે જઈએ,

ચાલ આપણે ભીતર વહેતા પ્રેમના ઝરણાંમાં તરબતર થાઈએ,

ચાલને આપણે આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


ના કેસૂડો, ના કોઈ બનાવટી, રંગો ને આપણે લઈએ,

ચાલ પ્રેમના કદી ન ઉતારનારા રંગથી પૂરા જીવનને રંગી દઈએ,

ચાલને આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


વિશ્વાસ, ભરોસો પ્રેમની પિચકારીમાં ભરીએ,

ચાલને આપણે હોળી હોળી રમીએ,

હૃદયના વનમાં ભમીએ,

ચાલને આ પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


પારિજાત સમી તું મહેકે,

દિવસે ગુલાબ ને રાતે રાતરાણી,

તું જાણે વર્ષાની હેલી, તું ઋતુઓની રાણી,

ભલે બદલાય મોસમ,

પણ ના બદલાય તારો પ્રેમ,

પ્રેમની ના કોઈ પરિસીમા, ના કોઈ વ્યાખ્યા,

ચાલને પ્રેમનો સિદ્ધાંત જગત સમક્ષ મૂકીએ,

ચાલને આપણે પ્રેમના પૂર્ણ જગતમાં સદા માટે વસવાટ કરીએ,

ચાલને આપણે પ્રેમની મોસમમાં ભીંજાઈ જઈએ,


ના ચાંદ, તારાની ઝંખના ના હીરા, મોતીની ઝંખના,

કરવું રાજ તારા હૃદયના સામ્રાજ્ય પર સદા એ જ છે મારી ઝંખના,

ચાલ પ્રેમના સતત અવિરત વહેતા ઝરણાંમાં તરબતર થાઈએ,

ચાલને આપણે પ્રેમની આ મોસમમાં ભીંજાઈ જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance