STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Romance

3  

Prashant Subhashchandra Salunke

Romance

આખરે ધરતી છોડી

આખરે ધરતી છોડી

1 min
142

ઉઠાવ્યું જામ ને પી તેને ગયો દુનિયા ભૂલી,

હોશમાં આવ્યો તો જાણ્યું મને ગઈ વ્હાલી ભૂલી !


યાદ નથી દિનરાત કેટલા કર્યા જામ ખાલી !

કર્યો હિસાબ તો જાણ્યું પાસ રહી બસ પ્યાલી ખાલી !


કેટલી પીધી, કેટલી બાકી તેની મને ચિંતા શાની ?

ઢળું તે પહેલા બસ પૂરી થાય આ બાકી પ્યાલી,


ને મને હોશમાં લાવનારા એ યાદ રાખજો,

ભૂલ્યો નથી ટેબલ પર છોડેલી અડધી પ્યાલી, 


પ્રશાંત છોડવા જામને, પ્રયત્નો જોયા કરી વારેઘડી,

આજ છોડીશ કાલ છોડીશ, કહેતા આખરે ધરતી છોડી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance