Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

દિલના સિંહાસન પર સ્થપાયું તારું સામ્રાજ્ય

દિલના સિંહાસન પર સ્થપાયું તારું સામ્રાજ્ય

1 min
175


તમારી કરી લીધી મે સંગત,

મારી દુનિયા બદલાઈ ગઈ,

બન્યા તમે જ્યારથી મારા અંગત

મારી દુનિયા બદલાઈ ગઈ,


દિલના સિંહાસન પર સ્થપાયું તમારું સામ્રાજ્ય,

અને આ દિલનું શહેર આબાદ થઈ ગયું,

શૂન્ય હતી હું એકડો થઈ આવ્યા તમે,

તમારી સાથે જોડાઈ મારી કિંમત વધી ગઈ,

જો ને મારી દુનિયા બદલાઈ ગઈ,


બહુ મુશ્કેલ હતી જીવનની આ રમત

તમે આવ્યા ને જો ને આ જીવનની રમત જીતાઈ ગઈ,

જો ને મારી દુનિયા બદલાઈ ગઈ,


હતો થોડો અમથો લગાવ આ જીવન પ્રત્યે,

પણ તમે આવ્યા ને મારી નિયત બદલાઈ ગઈ,

મારી દુનિયા જ બદલાઈ ગઈ,


કાચ મટી હું કંચન બની ગઈ,

પથ્થર મટી હું મૂરત બની ગઈ,

તમારી સોબતની જો ને આ કેવી અસર થઈ ગઈ,

જુઓ ને મારી આખી દુનિયા બદલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance