STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મહોબતની મોંઘેરી મિલકત મળે તમને

મહોબતની મોંઘેરી મિલકત મળે તમને

1 min
210

આ વ્યથા અને વેદના ભરેલા જગતમાં,

દુનિયાની તમામ ખુશીઓ મળે તમને,

આ કંટક ભરેલી જિંદગીમાં,

ફૂલોથી ભરેલી એક ડગર મળે તમને,


આ અંધકાર ભરેલી તમારી રાહમાં,

ચમકતા સૂરજની રોશની મળે તમને,

દર્દની ઊંચી દીવાલોમાંથી નીકળો તમે,

ખુશીથી તરબતર આખું નગર મળે તમને,


ઉદાસીની સળગતી આગમાંથી નીકળો તમે,

ખુશીની ચરમસીમાએ પહોંચાડતો આખોયે બાગ મળે તમને,

આંસુના દરિયાને ઉલેચી નાખો તમે,

ઈશ્વરની રહેમતનો વરસાદ મળે તમને,


બસ રાખો શ્રદ્ધા તમારી જાત પર,

મહિબતના મોંઘેરા મોતીનું આખું નગર મળે તમને,

ક્યારેક ક્યારેક લેતા રહો મુલાકાતો અમારી,

સોનેરી સ્નેહની કિંમતી સોગાદ મળે તમને,


બસ થોડી નજર અમારી સાથે મિલાવતા રહો,

અમારું હૈયાનું આખું શહેર મળે તમને,

મહોબતની મોંઘેરી મિલકત મળે તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance