બની વસે તું મારા શ્વાસમાં
બની વસે તું મારા શ્વાસમાં
જીવવું ગમે મને તારા સહેવાસમાં,
રહેવું ગમે તારી યાદોના સહેવાસમાં,
મહક પ્રસરી ચોમેર પુષ્પોની પણ,
મદહોશ હું તો તારા કેશોની સુવાસમાં,
હશે ટહુકો મીઠો એ કોયલનો પણ,
ખોવાયેલો હું તો તારી વાતોની મીઠાશમાં,
મુરઝાયેલા નથી એ ગુલાબો બાગના,
કિંચિત ઈર્ષિત છે, તારા ગાલોની લાલાશમાં,
ક્યાંથી ખરે આપણા પુષ્પ પ્રણયનાં ?
તાકાત ઘણી છે આપણા પ્રેમના વિશ્વાસમાં,
લૂછીશ નહિ મારા અશ્રુ, રહેવા દે આંખોમાં,
બહુ વહ્યા છે એ તારા મિલનના આયાસમાં,
“પ્રશાંત”ના પ્રેમની શું કસોટી લેશે આ જમાનો !
જયારે જીવન“દીપ” બની વસે તું મારા શ્વાસમાં.

