STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

જનરેશન ગેપ

જનરેશન ગેપ

1 min
261

પેઢી પેઢી વચ્ચેના ‘ફરક’નો ચૂભતો હોય છે ચિતાર

પચાવી નથી શકતા જે ‘ફરક’ને, તે થઈ જાય છે તાર તાર,

 

સમય, સંજોગો અને સ્થિતિ હોય છે હંમેશ પ્રવાહી

બદલાતા સમયને જે નથી સ્વીકારતા એ બની રહે છે લાચાર,

 

સમયની સાથે, હવે ખુબ જ જલ્દીથી બદલાય જાય છે સમય

હવે ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચે પણ વર્તાય છે પેઢીનો વિસ્તાર,

 

લાગણીશીલ છે, પણ હવે લાગણીવેડામાં નથી અટવાતી

નવી પેઢી નથી થતી લાગણીવેડાથી બેજાર,

 

વૈચારિક મતભેદ અને અંતરના વધતા જતા અંતરની છે એટલી પોકાર

બંને બાજુએથી ‘સમાધાન’, બની રહેશે બંને માટે ઉપકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract