STORYMIRROR

purvi patel pk

Abstract

3  

purvi patel pk

Abstract

જમવા નોતર્યાં

જમવા નોતર્યાં

1 min
195

આસોપાલવનો માંડવો ને, લીલા પાનનું તોરણ,

મારા વેવાણ, આજે તમને, મેં ઘેર જમવા નોતર્યા,


દૂધીનો હલવો લાવશું ને, દિયરને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તો, દિયર દિલફેંક લાગ્યાં,


દૂધપાક-માલપુઆ કરશું, દેરાણીને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તો, દેરાણી ડોબા લાગ્યાં,


જલેબી-ઘૂઘરા ભરશું, જેઠજીને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તો, જેઠ જિદ્દી લાગ્યાં,


જાળીદાર ઘેવર લાવશું, જેઠાણીને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તો, જેઠાણી જાડા લાગ્યાં,


વલોણું વહેલું કરશું ને, વેવાઈને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તો, વેવાઈ વાયડા લાગ્યાં,


વાલ, પાપડી લાવશું, વેવાણ તમને જમવા તેડશું,

મારા વેવાણ, અમને તમે, ભારે આકરાં લાગ્યાં,


છપ્પન ભોગ ધરશું, જમાઈને જમવા તેડશું,

મારા વેવાણ, અમને જમાઈ, દીકરા જેવા લાગ્યાં,


બત્રીસ પકવાન બનાવશું, દીકરીને જમવા તેડશું

મારા વેવાણ, અમને, દીકરી-જમાઈ વ્હાલાં લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract