જમણ
જમણ
ઓખલીમાં કૂટી પીવું 'ગઝલ' તો કસૂંબો લાગે,
'શેરો-શાયરી'નો જામ બહુ મીઠો લાગે,
'કવિતા'ના કટકા ઉપર મસાલો, સલાડ લાગે,
'હાઈકુ' ને 'મુક્તક'ની ધારનો રસ અનેરો લાગે,
'ગીતો'માં ગૂંથેલી કડીઓ, મીઠી જલેબી લાગે,
'ઠુમરી' ને 'નઝ્મ'ની નજાકત રસમલાઈ લાગે,
'સોનેટ' ના ભાત વિના જમણ અધુરું લાગે.
