Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Abstract Fantasy Children

4.3  

Sangita Dattani

Abstract Fantasy Children

જલપરી

જલપરી

1 min
208


જળમાં સોહે કંચનવર્ણી 

કેવી મસ્ત આ જલપરી,

મુખડું ઝાઝાં હેતે હરખાવે 

કેવી મસ્ત આ જલપરી,


નિર્મળ નીરમાં છે નિવાસ 

એનો, સોહે રૂડી કાયા,

ચમકતા ચાંદ જેવું મુખડું, 

સોનેરી એના છે ઝૂલ્ફાં,


છબછબિયાં કરતી જળ ઊડાડે 

જલતી જોઈ માછલીઓ,

ગાતી જયારે ગીત મધુરાં

ઘેરી વળે એને માછલીઓ,


જળમાં બેસી ધરે ધ્યાન પ્રભુનું, 

શાંત વદને ભીતર જોતી,

અંતરમાં ઉમંગ ભરીને પાછી 

બહાર આવી મલકાતી જલપરી,


સુંદર કેવું આ સર્જન હરિનું 

જળમાં કરે અજવાળા જલપરી,

તરતી જળમાં હાથ હલાવી 

કોમળ લાગે બહુ જલપરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract