અજાણ
અજાણ


તું કોણ છે?
મને સમજ નથી પડતી
વરસાદમાં ભીંજાવા કેમ નથી આવતી?
છોકરાંઓ સાથે હૂતુતુતુ રમતાં મજા કેમ નથી પડતી?
પતંગિયાની પાછળ કેમ નથી દોડતી?
પત્થરથી કેરી કેમ નથી પાડતી?
બસ,
અરીસા સામે કલાકો ઊભી રહે,
ક્યારેક આંખોંમાં કાજળ આંજે
ક્યારેક કેશ સંવારે,
ક્યારેક મલકાય
ક્યારેક ખીજાય
ક્યારેક બને ગંભીર,
વગર કારણે.
તું છે કોણ?
હું ને તું જુદા નથી,
તને હું અજાણ લાગું છું
પણ તું મારાથી અજાણ નથી.
તું છે મારુ બાળપણ,
હું છું કિશોરાવસ્થા.